મારી પાસે બન્ને અટક છે, અને કોઈપણ અટક ઓછી  કે ઉતરતી નથીઃ સ્માર્ટ કરીના કપુરનો સ્માર્ટ ઉત્તર.. 

0
1302

 

બોલીવુડમાં કરીના કપુરના અનેક ચાહકો છે. કરીના કપુરને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં દાયકાથી વધુ સમય થયો છે. પોતાની સુંદરતા, ચપલતા, હાજરજવાબીપણું, સ્પષ્ટવક્તા, આગવી સ્ટાઈલ અને નીડરતા સાથે પોતાનું મંતવ્ય પસન્નતાથી રજૂ કરવાનું કૌશલ્ય કરીના કપુર ખાન પાસે છે. હાલમાં કરીનાએ એક અખબારને આપેલી મુલાકાતનો વિડિ્યો  થઈ રહ્યો છે. આ વિડિયોમાં કરીના કપુરના હાજરજવાબીપણાનો આપણને પરિચય મળે છે. કરીનાકપુરની ચતુરાઈ, આત્મ- વિશ્વાસ અને હોશિયારી એમાં પુરવાર થઈ છે. એક પત્રકારે કરીનાને સવાલ કર્યો કે, ખાન અને કપુર – બન્ને અટકોમાંથી તને કઈ વધુ પ્રિય છે….ત્યારે કરીના કપુરે એનો જવાબ આપતાં કહ્યું હતું કે, મારી પાસે કપુર અને ખાન – બન્ને અટકો છે. એમાંથી કોઈ અટક ઉતરતી નથી. કરીનાનો  જવાબ સાંભળીને દર્શકોએ એને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. કરીના કપુરની આગામી ફિલ્મોમાં ઈરફાન ખાન સાથએ ઈંગ્લીશ મિડિયમ અને આમિર ખાન સાથેની લાલ સિંઘ ચઢ્ઢા અને કરણ જૌહર નિર્મિત તખ્તનો સામેશ થાય છે.