મારા શરીર વિશે કોઈ ગમે તેમ બોલે તે મને ન ગમેઃ વિદ્યા બાલન

બોલીવુડની ટોચની અભિનેત્રી વિદ્યા બાલન તેના ભરાવદાર શરીરના કારણે લોકપ્રિય મનાય છે. નેશનલ એવોર્ડ-વિજેતા વિદ્યા બાલન કહે છે, કોઈ મારા શરીર વિશે ટકોર કરે કે એલફેલ બોલે તે મને ગમતું નથી. બાકી જાડી શબ્દને હું ગાળ સમજતી નથી.
હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અનિલ કપૂરને ચમકાવતી ફિલ્મ ‘ફન્ને ખાન’માં સ્થૂળ કાયા ધરાવતી ટીનેજર પીહુ સાંડની અત્યારથી ટીકા થઈ રહી છે તે સંદર્ભમાં વિદ્યા બાલને આ જવાબ આપ્યો છે. પીહુ આ ફિલ્મમાં દિવ્યા દત્તા અને અનિલ કપૂરની દીકરીનો રોલ કરે છે. ફિલ્મમાં તે 98 કિલો વજન ધરાવતી ટીનેજર છે. ‘દમ લગા કે હઈસા’માં જાડી પત્નીની ભૂમિકા કરનારી ભૂમિ પેડણેકર કહે છેે, મારી પહેલી જ ફિલ્મ પછી મારા વિશે પણ આવી અભદ્ર ટકોર થઈ હતી, પરંતુ મેં તે અંગે ધ્યાન આપ્યું નહોતું.