માયાવતીના નેતૃત્વવાળી બહુજન સમાજવાદી પાર્ટીના વિધાયક રાજેન્દ્ર ગુઢાનું ચોંકાવનારું નિવેદનઃ બસપામાં પૈસા લઈને લોકોને ચૂંટણીની ટિકિટ આપવામાં આવે છે.. જે વધુ પૈસા આપે તેને સૌપ્રથમ ટિકિટ મળે છે..

0
743

 

   બસપાના વિધાનસભ્ય રાજેન્દ્ર ગુઢાએ આજે ખૂબજ ચોંકાવનારું નિવેદન કર્યું હતું. તેમણે માયાવતી ચૂંટણીની ટિકિટ આપવામાં ભ્રષ્ટાચાર આચરતાં હોવાનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જે વધુ પૈસા આપે તે ઉમેદવારને બસપા ચૂંટણી લડવાની ટિકિટ આપે છે. જો કોઈ વ્યક્તિ અગાઉના ઉમેદવાર કરતાં વધુ પૈસા આપે તો એને સહુથી પહેલાં ટિકિટ આપવામાં આવે છે. વળી કોઈ અન્ય વ્યક્તિ અગાઉની વ્યક્તિઓ કરતાં વધારે પૈસા આપે તો તેનો નંબર પહેલા આવે છે. તેમણે વિધાનસભામાં ઉપરોક્ત વિધાન કર્યું હતું. વિધાનસભાની બહાર આવીને પત્રકારોની સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, આપણી ચૂંટણીઓ પૈસાના ભ્રષ્ટાચારથી પ્રભાવિત થઈ રહી છે. ગરીબ માણસ ચૂંટણી લડી શકતો નથી. રાજકીય પાર્ટીઓમાં પૈસાની લેણ- દેણ થાય છે. અમારી બસપામાં પણ પૈસાની લેવડ- દેવડ કરવામાં આવે છે.