
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા માયાવતી અનુભવી રાજકારણી છે. રાજકીય તખ્તા પર શતરંજ રમવાનું તેમને હસ્તગત છે. છત્તીસગઢમાં આગામી ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ રહીછે. આ ચૂંટણી માટે માયાવતીએ અજિત જોગીની પાર્ટી સાથે ચૂંટણી – જોડાણ કર્યું છે. આથી કોંગેસ સહિતના રાજકીય પક્ષો નારાજ થયાં છે. અજિત જોગીએ આગામી ડિસેમબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે માયાવતીના બહુજન સમાજવાદી પક્ષ સાથે જોડાણ કર્યું છે. 90 વિધાનસભ્યોનું સંખ્યાબળ ધરાવતી છત્તીસગઢ વિધાનસભામાં બહુમતી બેઠકો મેળવવા માટેો આ ચૂંટણી જોડાણ કરાયું છે. અજિત જોગીની જનતા દળ કોંગ્રેસ પાર્ટી 55 બેઠકો માટે અને માયાવતીની પાર્ટી 35 બેઠકો માટે પોતાના ઉમેદવારો ઊભા રાખશે. . માયાવતીના આ પગલાથી કોંગ્રેસ સહિતના વિપક્ષો વિમાસણ અનુભવી રહયા છે. 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાંં મહાગઠબંધન કેવું હશે એની ચિંતા સહુને સતાવી રહી છે.