માન્ચેસ્ટરના મેદાન પર વર્લ્ડકપની સેમિફાયનલ મેચમાં ભારતનો પરાજય થતાં ભારતીય ક્રિકેટપ્રેમીઓ નિરાશ .

0
1161

      ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ભારતની હાર થવાથી દુનિયાભરના કરોડો ભારતીય પ્રેક્ષકોએ નિરાશા અને આઘાતનો અનુભવ કર્યો હતો. ન્યુઝીલેન્ડ સામે ભારતની હારની વાત ભારતીયો માની જ શકતા નહોતા. કેટલાક ક્રિકેટચાહકો તો મેદાનમાં જ રડી પડયા હતા. ટીવી પર મેચ નિહાળી રહેલા લાખો ચાહકો હતાશામાં ગરકાવ થઈ ગયા હતા. ન્યૂઝીલેન્ડે આ મેચમાં માત્ર 239 રનનો સ્કોર કર્યો હતો. ત્યારે ગઈકાલથી જ ક્રિકેટચાહકોમાં તાલાવેલી અને રોમાંચ હતો. વરસાદને કારણે બીજા દિવસે બુધવારે શરૂ થયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિ્કેટે 239 રન બનાવ્યા હતા.ત્યારબાદ ભારતની ટીમનો દાવ આવ્યો હતો. જેમાં ભારતીય ટીમનો ધબડકો થયો હતો. વર્લ્ડકપની 9 મેચોમાં પાંચ સદી ફટકારનારા રોહિત શર્મા ખતરનાક ન કહેવાય એવા બોલમાં માત્ર એક રન કરીને રન આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ પણ માત્ર એક રન કરીને રન આઉટ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી જે હજી સુધીનાી વર્લ્ડકપની મેચોમાં પાંચ અડધી સદી ફટકારીને ફોમમાં રહ્યો હતો, તે પણ એક રન લઈને આઉટ થયો હતો. ભારતની ટીમને હતાશામાંથી બહાર કાઢવા માટે મહેન્દ્રસિંહ ધોની અને રવીન્દ્ર જાડેજાએ ખૂબ મહેનત કરી હતી. ધોની શાનદાર ફિલ્ડીંગને કારણે  રન આઉટ થયો હતો. ભારતના ખેલાડીઓએ રમતને ગંભીરતાથી નલીધી હોવાથી કે વધુ પડતા આત્મવિશ્વાસને કારણે ભારતને હાર મળી હતી.