માનહાનિના કેસમાં દિલ્હીની અદાલતે મહિલા પત્રકાર પ્રિયા રમાનીને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરી …

 

 

        જાણીતા પત્રકાર એમ. જે. અકબરે એક મહિલા પત્રકાર પ્રિયા રમાની પર માનહાનિનો દાવે કરીને કેસ કર્યો હતો. પ્રિયા રમાનીએ  એમ. જે. અકબર પર જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. જેને લીધે પોતાની પ્રતિષ્ઠાને હાનિ થઈ હોવાના કારણ આપીને એમ. જે. અકબરે પ્રિયા વિરુધ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. અદાલતે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, રાઈટ ઓફ રેપ્યુટેશનની તુલનાએ  અદાલત રાઈટ ટુ ડિગ્નીટીને વધુ મહત્વ આપીએ છીએ. અદાલતે  જણાવ્યું હતું કે, એમ. જે. અકબર એક સન્માનનીય વ્યક્તિ છે, પરંતુ તેમની કક્ષાની વ્યક્તિ પણ યૌન ઉત્પીડન કરી શકે છે.અદાલતે જણાવ્યું હતું કે, એક મહિલાને એ અધિકાર છે કે દાયકાઓ વિત્યા બાદ પણ એ     પોતાનું દુખ અને યાતના લોકો સમક્ષ જાહેર કરી શકે છે. 

   મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર પાંડેયની અદાલતે જણાવ્યું હતું કે, સેકસ્યુઅલ એબ્યુઝ અને યાતનાની પીડિતા યુવતી પર કેટલી ઘાતક અસર થાય છે એ વિષે સમાજે વિચારવું પડશે.