માનસી જોશીનો – સ્પેસ એન્જીનિયરીંગ બાબતનો લેખ બન્યો યુરોપ એડિટર ચોઈસ!

 

મૂળ ભાવનગરના ફોટોજર્નાલિસ્ટ અને બીબીસીના એવોર્ડ વિનિંગ પત્રકારની દીકરી માનસી જોશી આ પહેલા સમગ્ર યુ.કે.માં મેથેમેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

સ્પેસ એન્જિનિયરિંગમાં મહિલાઓને પ્રોત્સાહન માટે તેનું કામ ખુબ વખણાયેલું છે. તેને લખેલા વિમેન્સ ઈન સ્પેસ એન્જિનિયરિંગનો લેખ યુ.કે. સ્પેસ જર્નલમાં પ્રકાશિત થયો. પણ મહિનાના અંતે સમગ્ર વિશ્વમાં નોંધ લેવાથી તંત્રીએ પ્રથમ વખતે જ એક ગુજરાતી મૂળની દીકરીના મહિલાને જબરજસ્ત પ્રોત્સાહિત કરતા એન્જિનિયરિંગ લેખને પોતાની પસંદગી જાહેર કરીને ‘માનસીને પ્રથમ સ્થાને’ મૂકી છે. યુકેના ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. ૨૪ વર્ષની માનસીને માનવ ઉત્થાન માટે એરોસ્પેસમાં ખુબ કામ કરવું છે.  આ માનસીના પિતા દિપક જોશીને બ્રિટનનો પાર્લામેન્ટરી પત્રકારનો એવોર્ડ પણ મળ્યો છે.