માનસરોવરની અતિ દુર્ગમ યાત્રા

0
894

 

ભારતનું વિદેશ મંત્ર્યાલય દર વરસે જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં માનસરોવર યાત્રાનું આયોજન કરે છે. ભારતના યાત્રીઓ કૈલાસના દર્શન કરવા જાય છે, તે કૈલાસ તિબેટમાં છે. ત્યાં જવા માટે ચીનના વહીવટીતંત્રની પુરવાનગી લેવી અનિવાર્ય છે૤ કૈલાસ માનસરોવરની યાત્રા બે માર્ગ દ્વારા કરાય છે. પહેલો રુટ ઉત્તરાખંડનો લિપુલેખ માર્ગ છે, જયારે બીજો રુટ સિક્કીમનો નાથુલા માર્ગ છે. લિપુલેખના પ્રવાસમાં 24 દિવસ લાગે છે, જયારે નાથુલા રુટમાં 21દિવસનો સમય લાગે છે. 2017માં નાથુલા માર્ગ બંધ હોવાને કારણે યાત્રીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પરંત આ વખતે વિ્દેશમંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે, યાત્રીઓ માટે નાથુલા માર્ગખુલ્લો રખાયો છે.