માધુરી દીક્ષિત અને અનિલ કપૂર પતિ-પત્નીની ભૂમિકામાં


માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની જોડી 18 વર્ષ પછી ફરીથી રૂપેરી પડદે જોવા મળશે. રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘પુકાર’ના 18 વર્ષ પછી ઇન્દ્રકુમાર તેમની આગામી ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં 1990ના દાયકાની આ લોકપ્રિય જોડીને રજૂ કરશે. આ બન્ને કળાકારોએ આ એડવેન્ચર-કોમેડી માટે મુંબઇમાં એક ગીતના શુટિંગથી શરૂઆત કરી છે.
ઇન્દ્રકુમારે જણાવ્યું હતું કે અમે ત્રણેય ‘બેટા’ ફિલ્મના 26 વર્ષ પછી સાથે શુટિંગ કરી રહ્યા છીએ. મારી બ્લોકબસ્ટર પેર સાથે ફરી કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું. તેઓ આ ફિલ્મમાં હસબન્ડ-વાઇફનો રોલ કરે છે. આ ફિલ્મમાં અનિલ કપૂરનું નામ અવિનાશ છે. આનાથી વધુ હું આ ફિલ્મ વિશે નહીં કહું.’