માત્ર 22 દિવસમાં 400 કરોડનો વકરો કરનારી હિન્દી ફિલ્મ વોર

0
1631

 

       પ્રાપ્ત માહિતી અનુસાર, બોલીવુડની એકશન ફિલ્મ વોર, કે જેમાં હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની મુખ્ય ભૂમિકા છે એ ફિલ્મ આજકાલ ભારતમાં અને વિદેશમાં જોરશોરથી ચાલી રહી છે. દર્શકોને હૃતિક- ટાઈગર શ્રોફની આ એકશન ફિલ્મ બહુ જ પસંદ પડી છે. 2 ઓકટોબરે રિલિઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વકક્ષાએ 400 કરોડરૂપિયાની આવક મેળવી લીધી હોવાનું બોલીવુડના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. નિર્દેશક સિધ્ધાર્થ આનંદની આ ફિલ્મે આવકના બધા વિક્રમો વટાવી દીધા છે. હજી ચોથા સપ્તાહમાં પણ આ ફિલ્મનો જોવા માટે દર્શકો ઉત્સાહ બતાવી રહ્યા છે. ફિલ્મમાં વાણી કપુર હીરોઈનની  ભૂમિકા ભજવે છે. આ ફિલ્મે એ વાત પુરવાર કરી છેકે હજી લોકો માત્ર રોમેન્ટિક જ નહિ, એકશન સહિત જુદા જુદા વિષય- વસ્તુવાળી ફિલ્મો જોવાનું પસંદ કરે છે. આજે આટલા વરસો પછી પણ હૃતિક રોશનના ચાહકો એની ફિલ્મ જોવામાં રસ ધરાવે છે. હૃતિક- ટાઈગરની મહેનત, ફિલ્મમાં પેશ કરવામાં આવેલાં એકશન દ્રશ્યો, મનોહર સ્થળોએ વિવિધ દેશોમાં કરવામાં આવેલું એનું શૂટિંગ, સુંદર ફોટોગ્રાફી તેમજ મસ્ત એડિટિંગને કારણે વોર એક મનોરંજક પ્રેક્ષણીૂય ફિલ્મ બની છે. અગાઉ રજૂ થયેલી શાહિદ કપુરની ફિલ્મ કબીર સિંહની કુલ આવકને આંબી જઈને આ ફિલ્મ વોર હજી વધુ વિક્રમો સર્જશે એવું બોલીવુડના જાણકારો અનુમાન કરી રહ્યા છે.