મહેસાણા દૂધ સાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલના સૂપડાં સાફ થયા હતા અને ભાજપ સમર્થિત અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો ૧૫ બેઠકોમાંથી ૧૩ બેઠકો ઉપર ભવ્ય વિજય થયો હતો. આ પ્રસંગની તસવીરમાં અશોક ચૌધરી ખુલ્લી જીપમાં ટેકેદારોનું અભિવાદન કરતા જણાય છે. આ પ્રસંગે માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ અને ચૌધરી સમાજના કેળવણી મંડળના ધિરેન ચૌધરી નજરે પડે છે.