મહેસાણામાં ઓમકાર રેકોર્ડિંગ સ્ટુડિયો શરૂ થતા ઉત્તર ગુજરાતના કલાકારોને ગાવાની ઉત્તમ તક

 

 

મહેસાણાઃ મહેસાણાસ્થિત સંગીતની દુનિયામાં ઓમકાર રેકોર્ડિંગ સ્ટુડિયોનું શુભ મુર્હૂત થયં.ુ તા. ૨૭-૯-૨૦૨૦ના રવિવારના રોજ આ સ્ટુડિયોમાં ગીત સંગીત અને ફિલ્મો તથા ડાયરાના ભજન ગીત ગરબાને સ્તવન, કિર્તન રેકોર્ડિંગ થશે. સુંદર અદ્યતન ટેકનોલોજીથી આ રેકોર્ડિંગ કામ વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. આ શુભ મુર્હૂત પ્રસંગે અનેક નામી કલાકારોએ હાજરી આપી હતી. 

આ પ્રસંગે સ્ટુડિયોમાં આશીર્વાદ આપવા માટે મહંત દયાલપુરી બાપુ (હર ગંગેશ્વર મહાદેવ- હાથીદરા) તથા બાબુપુરી બાપુ તથા લાલજી મહારાજ  (ગણેશ મંદિર – મહેસાણા) તથા દાનેશ્વરી માઇ (નદાસા) પધાર્યા હતા તથા મહંત શ્રી સેવાના બાપુ (અડાલજ) તથા કોકિલા માતાજી પણ ખાસ પધાર્યા હતા. ફિલ્મસ્ટાર અને ગરબા કિંગ જીગ્નેશ બારોટ પણ શુભકામના આપવા ખાસ પધાર્યા હતા. સાથે ફિલ્મ અભિનેત્રી સોનલ વ્યાસ તથા રસિકરાજ બારોટ, અશોકરાજ, કિશોર ઠાકોર તથા જલ્પા પટેલ, નિકુલદાન ગઢવી, કુલદીપ ગઢવી, મિતરાજ ગઢવી તથા મુકતા યોગી, કમલેશ યોગી એ હાજરી આપી હતી. અનેક સ્ટુડિયોના સંચાલકોએ હાજરી આપી હતી. 

આ સ્ટુડિયો બનવાથી ઉતર ગુજરાતના અનેક કલાકારોને ઉતમ ગાવાની તક મળશે. સ્ટુડિયોના સંચાલક ધનરાજ ગઢવી (આકાશવાણી, દૂરદર્શન)ના કલાકાર છે તથા સુખદેવ ગઢવી (લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર – લેખક) છે તથા કૌશિક ભોજક અને ધીમંત ભોજક સારા રેકોર્ડીસ્ટ છે જેમના માર્ગદર્શનથી અનેક ઉભરતા કલાકારોને માર્ગદર્શન મળશે.