મહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..

0
857

 

આલિયા ભટ્ટ અને રણબીર કપુરના રોમાન્સની વાતો ઘણા દિવસોથી ચાલી રહી છે. આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે, એકમેકને ડેટ કરે છે એવી વાતો બોલીવુડમાં ચાલતી રહી છે. જોકે આલિયા અને રણવીરે આ અંગે કશુ જ નિવેદન કર્યું નથી. પણ હાલમાં આલિયાના પિતા નામાંકિત દિગ્દર્શક મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુંકે, તેમની દીકરી આલિયા બોવીવુડના એક યુવાન અને સોહામણા અભિનેતાને ડેટ કરી રહી છે. આલિયાને પ્રેમ થઈ ગયો છે. મહેશ ભટ્ટ આલિયાની પસંદ રણબીરને પસંદ કરે છે. તેઓ એ બાબત પોતાની સંમતિ આપી ચુક્યા છે. મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આલિયા અને રણબીર- બન્ને પોતાની રિલેશનશિપને કેવી રીતે આગળ વધારવા માગે છે, તે વિષેનો નિર્ણય પણ તેમણે બે જણાએ જ લેવાનો છે.