મહેમાન તરીકે ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહેવાનું નવજોત સિધ્ધુને ભારે પડ્યું…

0
850

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથવિધિ સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે ખાસ પાકિસ્તાન ગયેલા ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના પ્રધાન નવજોત સિધ્ધુ સમારંભમાં હાજર રહેલા પાકિસ્તાનનાલશ્કરી વડા કમર જાવેદ બાજવાને ભેટ્યા હતા. આ મિલન અને ભેટવું હવે સિધ્ધુને ભારે પડી રહ્યું છે. બિહારના મુઝફરપુરની સ્થાનિક અદાલતમાં સિધ્ધુ સામે દેશદ્રોહની ફરિયાદ સાથેનો કેસ નોંધાવવામાં આવ્યો છે. એ કેસ કરનારા વકીલ સુધીર ઓઝાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સેનાના વડાને ભેટીને સિધ્ધુએ ભારતીય સેનાનું અપમાન કર્યું છે. મુઝફરપુરના વકીલ સુધીર ઓઝા આ અગાઉ પણ અનેક રાજનેતાઓ અને મહાનુભાવોના અયોગ્ય લાગતા વર્તન સામે વિરોધનો સૂર પ્રગટ કરતાં રહયા છે. આ અગાઉ પણ તેમણે લાલુ પ્રસાદ યાદવ સામે એક કેસમાં ફરિયાદ નોંધાવી હતી.