મહુવામાં પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજાયો

 

મહુવાઃ પુ. મોરારિબાપુની પ્રેરણા અને આશિર્વાદથી મહુવામાં સુરભી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૯ વર્ષથી મહુવા શહેર તથા આસપાસમાં વસતા તદન દરિદ્ર નારાયણ છેવાડાના બાળકોને ઉમદા સંસ્કાર શિક્ષણ અપાવવાનું નિઃશુલ્ક શિક્ષણ સેવા અભિયાન ચાલી રહ્યું છે.  

આ સંસ્થા દ્વારા શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓનું પૂ.મોરારિબાપુની પાવન નિશ્રામાં શ્રીનાથ બાવાજી સંપ્રદાયના લાભાર્થી બાળકો, વાલીઓ તેમજ આ વિસ્તારમાં વસતા પુરા સમાજ પરિવારને સંસ્થા ધ્વારા આમંત્રિત કરીને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો સમારંભ યોજાઈ ગયેલ.

પુ. મોરારિબાપુએ વંચિત જૂથના આ સેંકડો બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા મનનીય પ્રવચન ધ્વારા બાળકો તેમજ વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરેલ. બાળકોને નિત્ય પ્રાર્થનાનો એક શ્લોકનું પઠન કરાવી નિરંતર શિક્ષણનું જીવનમાં ખૂબજ મહત્વ છે. તે સમજાવેલ તેમજ બાળકોના વાલીઓને જો આપના સંતાનને બાળ મજૂરી, ભિક્ષાવૃતિ કે બીજાની મદદના સહારે હાથ લંબાવવા મજબુર ન કરાવવા ઈચ્છતા હો તો બાળકોને નિયમિત શાળાએ મોકલજો અને જે પણ વ્યસનો હોય તે છોડજો. બાળકોનું સુંદર સંસ્કારી ઘડતર કરી દેશ માટે મજબૂત પાયો બનાવવા વાલીઓને આહવાન કર્યુ હતું. પુ. મોરારિબાપુએ સુરભિ ચેરિટેબલની ટીમને છેવાડાના બાળકો માટે શિક્ષણના પાયાના અને પવિત્ર કાર્ય માટેના પુરૂષાર્થને આશીર્વાદ સહ સાધુવાદ આપેલ તેમજ આ કાર્ય માટે જયારે પણ મદદની જરૂર જણાય ત્યારે ચિત્રકૂટધામનો સંપર્ક કરવા જણાવ્યું હતું.