મહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધીની માગણીઃ

0
977

 

Reuters

 પત્ની  અને પુત્રવધૂને ઉપહાર તરીકે આપવામાં આવેલી મિલકત પર ટેક્સ ના લાગવો જોઈએ. તેમણે કાર્યવાહક નાણાપ્રધાન પીયૂષ ગોયલને ઈન્કમ ટેક્સ એક્ટમાં અનિવાર્ય ફેરફાર કરવાની માગણી કરી હતી. ઈન્કમ ટેકસ એકટની કલમ 64માં સુધારો કરવાની તેમણે નાણાંમંત્રીને વિનંતી કરી હતી. મેનકા ગંધીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલના કાયદાની જોગવાઈ અંતર્ગત, પતિ અને સસરા પોતાના પરિવારની મહિલાને નામે મિલકત ટ્રાન્સફર કરતા ડરતા હોય છે. તેમને એ વાતનો ડર હોય છે કે સંપત્તિથી થનાર આવક તેમના પર બોજો બનશે. ભેટરૂપે પ્રાપ્ત થયેલી સંપત્તિ પર ટેકસનો કાનૂન 1960થી અમલમાં મૂકાયો હતો. પહેલાના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે, ઘરની ગૃહિણી – પત્ની કે પુત્રવધૂ પાસે સામાન્ય રીતે કોઈ સ્વતંત્ર આવક હોતી નથી. પરંતુ અાજના યુગમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મહિલાઓ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે. આથી એકટની જોગવાઈની પ્રતિકૂળ અસરો થાય છે. મેનકા ગાંધીએ કહ્યું હતું કે, મેં નાણાંમંત્રી પિયુષ ગોયલને  આગ્રહ કર્યો છે કે, ભેટ તરીકે મળેલી સંપત્તિ પર થતી આવક પર મહિલાની જ જવાબદારી હોવાનું નિશ્ચિત કરવામાં આવે. ઘરની જે મહિલાને ભેટમાં સંપત્તિ મળી હોય તેની જ જવાબદારી ટેકસ ભરવાની હોય,તેના પતિ કે સસરાને આવી આવક પર ટેક્સ ના આપવો પડે.