મહારાષ્ટ્ર – હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય અને ભાજપનો વિજય નિશ્ચિત છેઃ એક્ઝિટ પોલનું તારણ

0
885

..

 

  મહારાષ્ટ્ર- હરિયાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના સર્વેક્ષણ પ્રગટ થયાં છે. જેમાં ભાજપની શાનદાર જીત થવાનું જાહેર થયું છે. આ એકઝીટ પોલના પરિણામે કોંગ્રેસ માટે આંચકાજનક છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ મોટ ગજાના કોંગી નેતા જોવા મળ્યા નહોતા. પ્રચાર એકદમ સુસ્ત અને હતાશાપ્રેરક હતો. કોંગ્રેસના કોઈ આગામની કાર્યક્રમની કે નીતિની કશી પણ ઘોષણા કરવામાં આવી નહોતી.

કોંગ્રેસ હાલમાં સુકાની વિનાની નાવ છે. એ ડામાડોળ સ્થિતિમાં  છે્. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએમહારાષ્ટ્રમાં અને હરિયાણામાં કુલ મળીને સાત સભાઓ યોજી હતી. તેમના સિવાય નેશનલ કક્ષાનો કોઈ પણ નેતાપ્રચાર માટે આવ્યો નહોતો. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પ્રચારથી દૂર રહ્યા હતા