મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ભક્તિભાવપૂર્વક ગણપતિ વિસર્જન

મુંબઇ: અનંત ચતુર્થીના દિવસે મુંબઇ સહિત સમગ્ર દેશમાં ગણપતિ વિસર્જન ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ઠેર ઠેર વરસાદની હાજરી જોવા મળી હતી. મહારાષ્ટ્ર સહિત ગોવા, રાજસ્થાન, તમીલનાડૂ અને ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. ઉપરાંત કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, બિહારમાં પણ વરસાદ થઇ શકે છે છત્તીસગડ, ઓડિશા, તેલંગણા ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશમાં મૂશળધાર વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. દસ દસ દિવસની આગતા-સ્વાગતા બાદ અનંત ચૌદશના દિવશે દંુદાળા દેવ ગણપતિનું વિસર્જન કરી ભક્તો ભાવિવભોર બન્યા હતા. કેટલાક ઠેકાણે ભક્તોએ હર્ષના આંસુ સાથે આરતી પૂજા કરી બાપાને વિદાય આપી હતી.