મહારાષ્ટ્ર સરકારે ચીની કંપનીઓ સાથેના 5,020 કરોડ રૂપિયાના ત્રણ મોટા પ્રોજેક્ટ એ ટકાવી દીધા  લડાખમાં ચીનના સૈન્ય સાથેની તંગદિલી અને ભારતીય જવાનોની શહાદત સામે  આમ જનતામાં આક્રોશ વધી રહ્યો છે. 

 

                  પૂર્વ લડાખમાં ચીન સાથેના તણાવ અને 20 ભારતીય સૈનિકોની શહાદતે કારણે આખા દેશમાં  ચીન સામે આક્રોશ- રોષનો માહોલ છે. આથી મહારાષ્ટ્ર સરકારે ચીની કંપનીઓ સાથેના આશરે 5,020 કરોડ રૂપિયાના ત્રણેક મોટા પ્રોજેક્ટ રોકી દીધા છે. ગોવા સરકારે પણ 14,00 કરોડ રૂપિયાના ખર્ચે જુઆરી નદી પર બની રહેલા 8 લેન બ્રિજ પરના પ્રોજેક્ટમાંથી ચીની કન્સલ્ટન્ટ કંપનીઓને હટાવવાનો સંક્ત આપી દીધો છે. દિલ્હીના કારોલ બાગના નાના વેપારીઓના સંગઠને ચાઈનીઝ બનાવટનો સર- સામાન બાળી નાખ્યો હતો. 

       આ દરમિયાન ગત સોમવારે ભારત- ચીન લેફનન્ટ જનરલ કક્ષાના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ. 15 જૂને ઝપાઝપીની ઘટના બાદ સૈન્ય સ્તરે આ ચોથી બેઠક છે. થયેલી મંત્રણામાં આવું નક્કી કરવામાં આવ્યું હોવાનું જણવા મળ્યું છે કે, બન્ને દેશોના સૈન્યના જવાનો એપ્રિલની સ્થિતિએ પાછા ફરશે. 

    મહારાષ્ટ્રના ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સાથે ચર્ચા- વિચારણા કરીને અમે ચીની કંપનીઓના પ્રોજેક્ટ રોકી દીધાં છે. વિદેશ મંત્રાલયે ભવિષ્યમાં ચીની કંપનીઓને પ્રોજેક્ટ નહિ આપવાની પણ તાકીદ કરી હતી.