મહારાષ્ટ્ર સરકારની નવી  કોવિદ-19 અંગેની ગાઈડલાઈન અનુસાર, રાજયમાં હવેથી હાઉસ કવોરેન્ટાઈન કરવાનું બંધ કરાશે… 

 

     મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરનો કહેર ક્રમશઃ ઓછો થઈ રહ્યો હોવાની વાત પર હજી વિશ્વાસ મૂકી શકાય  તેમ નથી.  કોરોનાના સંક્રમણને વધતું અટકાવવું ખૂબ જરૂરી બન્યું છે. આથી રાજ્ય સરકાર જાતજાતના ઉપાયો કરી રહી છે. હવે નવી ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત વ્યક્તિ પોતાના ઘરે રહીને આઈસોલેશન કરે – તે્ સ્વીકારમાં નહિ આવે. નવી ગાઈડલાઈન પ્રમાણે નવા દર્દીઓએ કોવિડ સેન્ટરમાં જવાનું રહેશે. સરકારને એવી માહિતી મળી હતી કે, હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીઓને કારણે  અનેક જગ્યાએ કોરોના ફે્લાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના જિલ્લામાં હોમ આઈસોલેશનની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. જયાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. કોલ્હાપુર, સાંગલી, સતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરિ, સિંધુ દુર્ઘ, સોલાપુર, અકોલા, વાશીમ, બીડ, અહમદ નગર, બુલઢાણા, ઉસ્માનાબાદ વગેરે  જિલ્લાઓમાં  હાઉસ આઈસોલેશન બંધ કરી દેવામાં આવ્યું છે. 

      પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો ગ્રાફ (આંક) નીચે આવી રહ્યો છે. હવે સ્થાનિક હોસ્પિટલો તેમજ કોવિડ સેન્ટરો પરનો દબાવ પણ ઘટી રહ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે, કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભલે ઘટાડો નોંધાયો હોય, પણ હજી આમ જનતાએ સાવધાની રાખવાની ખૂબ જરીર છે. દર્દીઓ ઘરમાં હોમ આઈસોલેશનનું ચુસ્ત રીતે પાલન કરતાં નથી. આથી અન્ય લોકોને બચાવવા માટે સંક્રમિત લોકોને હોસ્પિટલો કે ખાનગી દવાખાનાઓના કોવિડ સેન્ટરમાં આઈસોલેટ કરવા પડશે, તો જ કોરોનાને આગળ વધતો અટકાવી શકાશે. કોરોનાના ચેપની ચેઈનને તોડવા માટે જે અનિવાર્ય હોય તે ઉપાય કરવા સરકાર કટિબધ્ધ છે. હવે જનતાએ પણ સરકારને સાથ- સહકાર આપીને કોરોના સામેની લડાઈ એક બનીને લડવાની છે. મહારાષ્ટ્ર સરકારે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે, દરેક ઉંમરના લોકો માટે હવેથી હોમ આઈસોલેશનની સુવિધા સદંતર બંધ કરી દેવામાં આવી છે.  

  મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે, જે લોકો પહેલેથી જ હોમ આઈસોલેશનમાં છે, તેમણે ઘરની બહાર નીકળીને બહાર આઈસોલેશન સેન્ટરમાં રહેવાની જરૂર નથી, પરંત હવેથી જે નવા કેસ આવે, તે દર્દીઓએ તો ફરજિયાત સેન્ટરમાં  આઈસોલેશનમાં રહેવું જ પડશે.