મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની નામાંકન પ્રક્રિયા પૂરી થયા પછી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંયુંકત પત્રકાર – પરિષદ આયોજિત કરી

0
828

મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ- શિવસેનાની યુતિ – કુલ 288 વિધાનસભા બેઠકોમાંથી 150 બેઠકો પર ભાજપ.અને 124 બેઠકો પરથી શિવસેના ચૂંટણી લડશે એવી પાકી સમજૂતી થઈ ગઈ છે. અન્ય સાથી પક્ષો કમળના પ્રતીક પર ચૂંટણી લઢશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફ઼ડણવીસે જણાવ્યું હતું૆ કે, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે, આદિત્ય પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ વધુ મતોથી વિજયી થશે. આગામી પાંચ વર્,ના શાસનકાળ દરમિયાન અમે સાથે મળીને મહારાષ્ટ્રને દુષ્કાળથી મુક્ત કરવાનો પ્રયાસ કરીશું. 

   આદિત્ય છાકરેને મુખ્યપ્રધાન પદ આપવાની માગ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં ઉધ્ધવ ટાકરેઓ જણાવ્યું હતું કે, રાજકારણના ક્ષેત્રમાં પહેલું પગલું ભરો, એનો અર્થ એવો નથી થતોકે, તમે તરત જ મુખ્યમંત્રી બની જાવ, આદિત્ય ઠાકરે હજી હાલમાં જ રાજકારણમાં પ્રવેશ્યા છે. આ તો એમની શરૂઆત છે.