મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ- અને શિવસેના સાથે મળીને લડશે.. બેઠકો બાબત બન્ને પક્ષો વચ્ચે સમજૂતી સધાઈ ચૂકી છે. .

0
737

 હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ- સિવસેનાના જોડાણવાળી સરકાર કાર્યરત છે. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં બન્ને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી ન થવાને કારણે બન્ને પક્ષો સ્વતંત્રપણે ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપને શિવસેના કરતાં ખૂબ વધારે બેઠકો પર વિજય મળ્યો હતો. ત્યારબાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેના કરતાં સારો દેખાવ કરી વધુ બેઠકો મેળવી હતી. ભાજપનો તર્ક એવો છેકે 2014ની ચૂંટણી કરતાૈં આ વર્,ની લોકસભાની ચૂંઠમઈમાં ભાજપનો વોટ શેર વધી ગયો છે. વડાપ્રદાન મોદીની છબીના કારણે જ લોકસભામાં શિવસેનાને 18 બેઠકો પર જીત મળી હતી. નક્કી થયેલી હાલની સમજૂતી પ્રમાણે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 162 બેઠકૌો પરથી અને શિવસેના બાકી રહેલી 126 બેઠકો પરથી ચૂંટણી લડશે. મહારાષ્ટ્રમાં બીજા સહયોગી સાથી પક્ષોને ભાજપ પોતાના કવોટામાંથી બેઠકો ફાળવશે.