મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંઠણી – શિવસેના – ભાજપ સામસામે દાવપેચ રમી રહ્યા છે…જો જીતા વોહી સિકંદર…

0
810

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે…ભાજપ- અને શિવસેના એકમેકની સાથે રહવા માટે પોતપોતાની શરતો મૂકી રહ્યા છે…
   આજકાૈલ દેશના રાજકારણમાં અને સત્તાકારણમાં સર્વત્ર ભાજપનો જયજયકાર થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ- શિવસેનાની મિલી જુલી સરકાર છે. એકલે હાથે ચૂંટણીન લડીને ભાજપ બહુંમતી બેઠકો હાસલ કરીને પોતાની રીતે સત્તાનું સાસનતંત્ર રચવા માગે છે. ઘૃહપ્રધાન તેમજ ભાજપ પ્રમુખ અમિત શાહ કુશાગ્ર છે, દૂરંદેશીપણું અને રાજકારણની કોઠા- સૂઝ તેમને હંમેશા વિજય અપાવતી રહે છે. મળતી માહિતી પ્રમાણે, આગામી એકૃબે દિવસમાં જ ભાજપ અને શિવસેના વચ્ચે સીઠોની ફાળવણી થઈ જસે. ભાીજપ શિવસેના સિવાયના અન્ય રાજકીય પક્ષો સાથે પણ વાતચીત કરી રહ્યો છે. રિપબ્લિકન પાર્ટીઓફ ઈન્ડિયા, શિવસંગ્રામ, રાષ્ટ્રીય સમાજવાદી પક્ષ સાથે બેઠકોની ફાળવણી બાબત વાતચીત ચાલી રહી છે. માનવામાં આવે છેકે, આગામી બે-ચાર દિવસમાં જ ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.2014ની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 288વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 122 અને શિવસેનાને 63 બેઠકો મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here