મહારાષ્ટ્રમાં ૫૯,૫૦૦ સાજાઃ લાંબા સમય બાદ પોઝિટિવ કેસમાં ઘટાડો

 

મુંબઈઃ રાજ્યમાં કોરોનાના દરદીઓની મોટી સંખ્યામા સાજા થવાનો સિલસિલો અવિરત ચાલુ જ છે. સોમવારે ૫૯,૫૦૦ દરદી સાજા થઈ ઘરે ગયા હતા. સાજા થઈ ઘરે જનારા દરદીઓનો કુલ આંકડો ૪૦,૪૧,૧૫૮ થયો છે અને રિકવરી રેટ ૮૪.૭ ટકા નોંધાયો હતો. આ સાથે બીજા રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો નીચે ગયો હતો. ઘણાં લાબા સમય બાદ રાજ્યમાં ૫૦,૦૦૦થી નીચે ૪૮,૬૨૧ નોંધાયો હતો અને મૃત્યાંકમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે ૫૬૭ મૃત્યુ નોંધાયા હતા. 

રાજયના એક્ટિવ કેસ ૬,૫૬,૮૭૦ થયા છે. મુંબઈમાં પણ નવા કેસ ૨૬૨૪ નોંધાયા હતા. શહેરમાં સાજા થઈને ઘરે જનારા દર્દીઓની સંખ્યા ૫૭૪૬ નોંધાઈ હતી. જોકે મુંબઈનો મૃત્યુઆંક ૭૮ નોંધાયો હતો, જે ઊંચો કહી શકાય. 

મુંબઈ સાથે એમએમઆરનો મૃત્યાંક પણ ૧૯૫ નોંધાયો હતો. જોકે નવા કેસમાં ઘણો ઘટાડો નોંધાતા ૬૬૮૦ થયો હતો. નાસિક ડિવિઝનમાં નવા ૬૮૭૮ કેસ અને ૯૦ મૃત્યુ, પુણે ડિવિઝનમાં ૧૨,૨૨૦ અને ૮૬ મૃત્યુ, કોલ્હાપુર ડિવિઝનમાં ૩૯૭૬ નવા કેસ અને ૬૨ મૃત્યુ, ઔરંગાબાદમાં ૩૦૧૨ નવા કેસ અને ૩૪ મૃત્યુ, લાતુરમાં નવા ૩૫૦૮ કેસ અને ૪૪ મૃત્યુ તેમ જ નાગપુર ડિવિઝનમાં ૭૮૫૭ નવા કેસ અને ૨૩ મૃત્યુ નોંધાયા હતા.

વિવિધ રાજ્યોમાં સાજા થનારા દરદીઓની સંખ્યા

રાજ્ય નવા કેસ સાજા થનારા દરદી

ગુજરાત ૧૨,૮૨૦ ૧૧,૯૯૯

કેરળ ૨૬,૦૧૧ ૧૯,૫૧૯

કર્ણાટક ૪૪,૪૩૮ ૨૦,૯૦૧

ઉત્તર પ્રદેશ ૨૯,૦૫૨ ૩૮,૬૮૭

આંધ્ર પ્રદેશ ૧૮,૯૭૨ ૧૦,૨૨૭