મહારાષ્ટ્રમાં ૩૯,૫૪૪ નવા કેસ, ઠાકરે સરકારે RP-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યો

 

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯,૫૪૪ નવા કેસ સામે આવ્યા છે અને આટલા સમયમાં ૨૨૭ દર્દીઓના મૃત્યુ થયા છે. 

સરકારી અધિકારીએ જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા (૨૮ માર્ચે) મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૪૦,૪૧૪ નવા કેસ સામે આવ્યા હતા જે અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે. 

રાજ્યમાં અત્યાર સુધી ૨૮,૧૨,૯૮૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૫૪,૬૪૯ લોકોના મૃત્યુ થયા છે. ૨૪ લાખ ૭૨૭ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં વધતા કેસ વચ્ચે ઉદ્ધવ સરકારે ય્વ્-ભ્ઘ્ય્ ટેસ્ટની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. 

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં તપાસના ભાવને એકવાર ફરી સંશોધિત કરવામાં આવ્યા છે. હવે ય્વ્-ભ્ઘ્ય્ ટેસ્ટ માટે ૫૦૦ રૂપિયા લેવામાં આવશે. 

આ પહેલા રાજેશ ટોપેએ કહ્યુ કે, રાજ્યમાં કોવિડ-૧૯ને ફેલાતો રોકવા માટે લોકોએ આકરા પગલા માટે તૈયાર રહેવું જોઈએ. ટોપેએ કહ્યું કે, જીવ બચાવવા સરકારની પ્રાથમિકતા છે. મહત્ત્વનું છે કે મુખ્યમંત્રી ઠાકરેએ રવિવારે અધિકારીઓને કહ્યું હતું કે, લોકડાઉનને લાગૂ કરવા માટે યોજના તૈયાર કરે, જેનો રાજ્યની અર્થવ્યવસ્થા પર સૌથી ઓછો પ્રભાવ પડે. 

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, રાજ્ય સરકાર લોકડાઉન લાગૂ કરવા ઈચ્છતી નથી પરંતુ જીવ બચાવવા જરૂરી છે. તેથી રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા ફરી પગલા ભરવા પડી શકે છે.