મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યે 16 દિવસ થયા હોવા છતાં રાજ્યમાં સરકાર રચાવાના કોઈ ચિહ્નો દેખાતા નથી

0
832

 મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ- શિવસેનાનું ગઠબંધન થયું હતું. બન્ને પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં તમને ધાર્યું પરિણામ હાથ લાગ્યુ નહોતું. ભાજપને કુલ 288 બેઠકોમાંથી માત્ર 105 અને શિવસેનાને 56 બેઠકો મળીનેકુલ 161 બેઠકો જ પ્રાપ્ત થઈ હતી. 2014ની વિધાનસભાની ચૂંટણી બનેને પક્ષો જુદા રહીને લડ્યા   હતા, તો પણ તેમને નોંઘપાત્ર બેઠકો પર વિજય મળ્યો હતો. આવખતે બન્ને પક્ષો સત્તા માટે એકબીજા સાથે દાવપેચ રમી રહ્યા છે. શિવસેનાને સત્તામાં બરાબરની ભાગીદારી જોઈએ છે. 50-50 ટકાની હિસ્સેદારીની સાથે સાથે શિવસેના કહે છે કે, અગાઉ નક્કી થયા પ્રમાણે 30 મહિના ભાજપનો અને 30 મહિના શિવસેનાનો વિધાયક મુખ્યપ્રધાન બને.

 તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી ધીધું છે. 9 નવેમ્બરે વિધાનસભાની સમય અવધિ પૂરી થાય છે, જો ત્યાં સુધીમાં કોઈ પણ સરકાર રટવાનો દાવો નહિ કરે , રાજ્યની સરકાર રચાવાની કોઈ ગતિવિધિ નહિ દેખાય તો ગવર્નર રાષ્ટ્રપતિને તમામ ઘટનાઓથી વાકેફ કરીને તેમના આદેશ પ્રમાણે ,  મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરે એવી સંભાવના છે.