મહારાષ્ટ્રમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનાવવા માગે છે, તો કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ  કહી રહ્યા છે કે, હાલના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસને ફરીવાર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. 

0
92

                 મહારાષ્ટ્રના અમરાવતીમાં આયોજિત જન- આદેશયાત્રામાં સભાને સંબોધતાં તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. તેમણે  જણાવ્યું હતું કે, કોઈ કહે છે કે,, આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 200 બેઠકો જીતશે, પરંતું જો બાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે તો અમને 250 બેઠકો પર વિજય મળશે, એમાં કોઇ શંકા નથી. 

  આ રીતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મુખ્યપ્રધાન પદની હોડમાં કોણ હશે એની ચર્ચા કરવામાં આવી રહી છે. શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે અને શિવસેનાનાં અગ્રણીઓ એવું માની રહ્યા છે કે, આદિત્ય ઠાકરે યુવાન છે, તેમની વ્યક્તિગત પ્રતિભા યુવાનોને આકર્ષી શકે છે. આથી તેમને જ મહારાષ્ટ્રનું મુખ્યમંત્રીપદ મળવું જોઈએ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આદિત્ય મુંબઈની વરલી વિધાનસભા બેઠકપરથી ચૂંટણી લડે એવી સંભાવના છે. જો એ શક્ય બને તો ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનારા તેઓ પ્રથમ વ્યક્તિ હશે. આદિત્ય હાલમાં તેમનો જનસંપર્ક વધારવાના કાર્યમાં વ્યસ્ત છે.આગામી ચૂંટણીને લક્ષમાં રાખીને તેમણે  તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત કેટલાક સપ્તાહ અગાઉ આદિત્ય દ્વારા જન- આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેઓ મહારાષ્ટ્રના ગામડાઓમાં ફરીને મતદારોનો સંપર્ક કરી રહ્યા છે. ગામમાં વસતા લોકોની સમસ્યાઓ વિષે રૂબરૂ માહિતી મેળવી રહ્યા છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત પણ માને છેકે, , આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી પદ મળે એ સર્વથા યોગ્ય છે. તેમણે ભાજપ સમક્ષ પણ વારંવાર એ વાતની રજૂઆત કરી છેકે, મહારાષ્ટ્રનું મુખ્યપ્રધાનપદ એક યુવાન પ્રતિભાને જ મળવું જોઈએ, એ આજના સમયમાં અતિ મહત્વનું છે. લોકસભાની ચૂંટણીઓ સાથે મળીને લડનારા ભાજપ અને શિવસેના આગામી વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં અલગ અલગ રીતે લડે એ પણ સંભાવના છે. શિવસેના એવું માની રહી છેકે, ભાજપથી અલગ ચોકો રાખીને પણ શિવસેના મહારાષ્ટ્રમાં પોતાની શક્તિનું સારું પ્રદર્શન કરી શકવા સમર્થ છે.