
મહારાષ્ટ્રમાં જોરશોરથી શરૂ થયું છે મરાઠા અનામત આંદોલન. મુંબઈમાં આજે જેલભરો આંદોલન માટે દેખાવકારોની ભીડ આઝાદ મેદાનમાં ઉમટી રહી છે..થાણે, પરભણી, મનમાડ અને નંદુબાર તેમજ ઈન્દાપુરમાં આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. મરાઠા સમુદાયમાં વ્યાપેલી ઉગ્રતા અને આક્રોશ પ્રવર્તતો જોઈને પોલીસતંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી 9 ઓગસ્ટે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મરાઠા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહથી સમગ્ર મહારાષ્ટ્રમાં અનામત માટે મરાઠાઓની માગને સમર્થન મળી રહ્યું છે. મરાઠા સમુદાય પોતાની માગણીઓની સ્વીકૃતિ મેળવવા માટે એકત્ર થઈને પોતાની રજૂઆત કરી રહ્યો છે