મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસને કારણે – મ્યુકોર માયરોસિસને લીધે અત્યાર સુધીમાં 90 લોકોનાં મોત થયાં છે. 

 

        મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મ્યુકોર માયરોસિસની બીમારી ખૂબ જ ઝડપથી રાજ્યમાં પ્રસરી રહી છે. અત્યારસુધીમાં રાજ્યમાં આશરે 1500 જેટલાં લોકોને એનો ચેપ લાગ્યો છે. દરમિયાન વર્લ્ડ મેડિકલ એસોસિયેશનના સલાહકાર અને ચંદીગઢના જાણીતા તબીબ આરએસ બેદીએ જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી લહેર આવી ત્યારે તેમાં ડ્રોપલેટસના માધ્યમથી વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું હતું. . હવાના માધ્યમથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે એ હવે પુરવાર થઈ ચૂકયું છે. હવે આવનારી સંભવતઃ ત્રીજી લહેરમાં જે લોકોની ઈમ્યુન સિસ્ટમ મજબૂત નથી, અર્થાત્ જેમની રોગ- પ્રતિકારક શકિત સક્ષમ નથી તેવા લોકો એનો વધુ ભોગ બનશે. બાળકોની ઈમ્યુન સિસ્ટમ બહુ મજબૂત નથી હોતી તેને કારણે બાળકો એનો વધુ ભોગ બને તેવી શક્યતા છે. હજી દેશમાં મોટાભાગના લોકોને વેકસીન મળી નથી. બાળકોને પણ હજી વેકસિન મળી નથી. બાળકોની વેકસિન પર ટ્રાયલ ચાલી રહી છે. આ વેકસીન બનતા હજી 3 થી 4 મહિનાનો સમય લાગી શકે તેમ છે. દેશમાં હાલમાં બાળકોની સંખ્યા 30 કરોડ કરતાં વધારે છે. , જો તેમાં એક ટકા બાળકોને પણ ચેપ લાગ્યો તો આશરેે 3 લાખ જેટલાં બાળકો સંક્રમિત બનશે. આપણી પાસે હજી હોસ્પિટલોમાં કોવિડ કેર વોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું નથી. હવે સરકારે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે.