મહારાષ્ટ્રમાં દારૂની બાટલી ઘેર બેઠાં મળી જશેઃ સરકાર શરૂ કરી રહી છે

0
1172

દારૂની હોમ ડિલિવરી …શરાબના રસિયાઓ માટે ખુશીના સમાચાર છે. મહારાષ્ટ્ર સરકાર હવે દારૂ અંગે નવી નીતિ અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. હવે ગ્રાહકોએ શરાબ લેવા માટે શરાબની દુકાને નહિ જવું પડે. હવે તેમને શરાબ ઘરે પહોંચાડવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર આવી નીતિ શરૂ કરનારું પ્રથમ રાજ્ય બનશે. શરાબ પીને ડ્રાઈવિંગ કરનારા કેસ એટલા બધા વધી ગયા છે કે એને  કેવી રીતે ઓછા કરવા એ જ સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. શરાબ પીને ડ્રાઈવિંગ કરનારા લોકોને કારણે માર્ગ- અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જ જાય છે. અનેક લોકો આવા માર્ગ- અકસ્માતોને કારણે મોતનો ભોગ બને છે. રાજયકક્ષાના આબકારી ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે, સરકારનું આ પગલું શરાબ ઉદ્યોગ માટે એક સાનુકૂળ પરિવર્તન સાબિત થસે. નેશનલ અને ઈન્ટર – નેશનલ ઈ-કોમ વેબસાઈટસ ધ્લારા શરાબની ડિલિવરી કરવામાં આવશે. જોકે યોગ્ય ઉંમરની વ્યક્તિઓને જ શરાબ ઓનલાઈનથી મળે તેની ખાત્રી  કરવા માટે શરાબના વિક્રેતાઓને ચોકસાઈથી વર્તવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગ્રાહકોની સંપૂર્ણ વિગતો તેમણે લેવી પડશે એવી માર્ગદર્શક સૂચિ પણ તૈયાર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here