મહારાષ્ટ્રમાં દારુની હોમ ડિલિવરી કરવાનો સરકારનો નિર્ણય 

 

   લોકડાઉનના તબક્કામાં સહુથી વધારે ભીડ દારીની દુકાનો પર જોવા મળે છે. ભારતમાં રાજ્યોમાં ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં અમુક વિસ્તારોમાં દારુની દુકાનો ખોલવામાં આવી તો એક જ દિવસમાં વિક્રમજનક દારૂ વેચાયો. હવે મહારાષ્ટ્રમાં દારૂની દુકાનો પર ભીડ જમા ના થાય, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે નવી ગોઠવણો વિચારવામાં આવી રહી છે. લોકોને  ઘેર બેઠાં દારૂ મળી રહે તેના વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે. એકસાઈઝ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યમાં દારુની ડિલિવરી માટેની ગાઈડ લાઈન જાહેર કરી છે. એકસાઈઝ ડિપાર્ટમેન્ટની વેબ સાઈટ જઈને ઓનલાઈન વિગતો ભરીને ટોકન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઈન પર તમારી વિગતો આપીને ટોકન મેળવવાનું રહેશે. એ ટોકન લઈને ગ્રાહક દારુની દુકાને જઈને દારૂ ખરીદી શકશે. ટોકન વિના દારૂ નહિ આપવામાં આવે, આથી ગ્રાહકોની ભીડ પણ નિવારી શકાશે. વળી જે લોકો આ રીતે હોમ – ડિલિવરી કરીને પણ ગ્રાહકને દારૂ પહોંચાડવામાં આવશે.