મહારાષ્ટ્રમાં જીવલેણ મહામારી કોવિડ-19ના કેસ પ્રતિદિન વધી રહ્યા છે…

 

         કોરોનાની મહામારી માનજીવનને સંત્રસ્ત કરી રહી છે.. વિશ્વમાં ભારત સહિત અનેક દેશોમાં હજી કોરોના સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. કોરોના હવે બેકાબૂ થઈ રહેયો હોવાની સ્થિતિ ઊભી થઈ છે. આથી રાજ્ય  સરકારે કોરોનાને વધતો ડામી દેવા, રોકવા માટે નવા નિયમો લાગુ કર્યા છે. 

   આ નવા નિયમોની અંતર્ગત, જાહેર સ્થળો પર લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવામાં આર્વ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પોતાના આદેશમાં થિયેટરો, રેસ્ટોરન્ટ, સ્વાસ્થ્ય અને આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ કાર્યાલયો માં 31 માર્ચ સુધી અડધી ક્ષમતા સાથે કામગીરી બજાવશે. તમામ કાર્યાલયોમાં કર્મચારીઓની સંખ્યા 31 માર્ટ સુધી અડધી જ રાખવામાં આવશે. રાજ્ય સરકારે જાહેર સ્થળો પર મળનારી દરેક વ્યકિતએ ફરજિયાત માસ્ક પહેરવો પડશે. એટલું જ નહિ, તાપમાનની તપાસ વગર સિનેમા, રેસ્ટોરન્ટમાં જવા પણ મનાઈ ફરમાવવામાં આવી છે. 

 સરકારે લગ્ન સમારંભોમાં 50 ટકાથી વધુ લોકોને પરવાનગી નહિ આપવાનો નિર્ણય લીધો છે. અંતિમ સંસ્કારમાં પણ 20થી વધુ લોકો સામેલ નહિ થઈ શકે. સરકારે એમ પણ જણાવ્યું છે કે, સંભવ હોય તો દરેક કર્મચારી ઘરે બેસીને કામ કરે. એ વધુ હિતાવહ છે.      

      મહાાષ્ટ્ર સરકારે કોવિડને નિયંક્ષિત કરવા માટે પ્રકાશિત કરેલી નવી ગાઈડ લાઈન્સમાં સામાજિક, રાજકીય, ધાર્મિક , સાંસ્કૃતિક મેળાવડાને મંજૂરી નહિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.