મહારાષ્ટ્રમાં કોરોના સંબંધિત રિસર્ચમાં કોરોના અંગેના નવા વેરિયન્ટ જોવા મળી રહ્યા છે…

 

     મહારાષ્ટ્રમાં કોરોના અંગેની રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, 3 મહિનાના સમયગાળા દરમિયાન અહીં અલગ અલગ લોકોમાં નવા વેરિયન્ટ  જોવા મળ્યા હતા. વિજ્ઞાનીઓને શંકા છે કે, હજુ પણ પ્લાઝમા, રેમડેસિવર અને સ્ટેરોઇડની દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે મ્યુટેશનને વેગ મળી રહ્યો છે. આ માટે અન્ય રાજ્યોમાં દેખરેખ વધારવાની આવશ્યકતા છે. કરવામાં આવેલી રિસર્ચમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓને સામેલ કરવામાં આવ્યા હતા. કારણ કે દેશમાં કોરોના – સંક્રમણની સૌથી વધુ અસર એક જ વર્ષમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે હતી. મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીમાં વાયરસના એસ પ્રોટીનમાં સૌથી વધારે મ્યુટેશન જોવા મળ્યા હતા. બીજી લહેરના કાળમાં મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની ગયું હતું.