મહારાષ્ટ્રમાં કડક લોકડાઉન, લોકલ ટ્રેન મેટ્રોમાં પ્રવાસ પર પ્રતિબંધ

 

મુંબઇઃ મહારાષ્ટ્રમાં સંચારબંધી લાગુ કરવા છતાં કોરોના નિયંત્રણમાં ન આવતાં આખરે મહારાષ્ટ્ર સરકારે કડક લોકડાઉન ગુરુવાર તા. ૨૨ એપ્રિલ ૨૦૨૧ના રાતે ૮ વાગ્યાથી ૧ મે સવારે ૭ વાગ્યા સુધી લાદવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુરુવારે  મોડી રાતે કડક નવી નિયામવલી જારી કરી છે. જેમાં સર્વ સરકારી કચેરીમાં ૧૫ ટકા કર્મચારીને પરવાનગી આપવામાં આવી છે. આ સાથોસાથ આંતર જિલ્લા, આંતર શહેરમાં માત્ર અત્યાવશ્યક સેવાના લોકોને જ પ્રવેશ, બાકી સામાન્ય જનતાને નહીં. 

મુંબઈની લોકલ, મેટ્રો અને મોનો રેલ સેવામાં માત્ર આવશ્યક સેવાના કર્મચારીઓ પ્રવાસ કરી શકશે. સામાન્ય જનતા માટે પ્રવેશ બંધી. લગ્ન સમારંભ અને સાર્વજનિક પરિવહન વ્યવસ્થા બાબતે પણ કડક નિયમાવલી છે. આ અગાઉ મુકાયેલા તમામ પ્રતિબંધો યથાવત રહેશે, એમ નવા નિયમાવલીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બુધવારે યોજાયેલી પ્રધાન મંડળની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કડક લોકડાઉન મૂકવાનો નિર્ણય લીધો હતો. 

આજથી લાગુ થનારા નવા નિયમો 

 એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ, ચોક્કસ કારણ હશે તેને પ્રવેશ મળશે, અત્યાવશ્યક સેવાના લોકોને માત્ર પરવાનગી.

 શુકવાર રાતના ૮ વાગ્યાથી ૧ મે ૨૦૨૧ના સવારે ૭ વાગ્યા સુધી કડક લોકડાઉન લાગુ.

 લગ્નસમારંભમાં ૨૫ લોકોની ઉપસ્થિતિમાં કરવાની રહેશે. માત્ર બે કલાકમાં લગ્ન વિધિ પતાવી પડશે. નિયમ તોડનારાને ૫૦ હજાર રૂપિયાનો દંડ.

 મુંબઈ લોકલ ટ્રેન, મોનો અને મેટ્રો રેલમાં માત્ર આવશ્યક સેવાના લોકોને પરવાનગી. સામાન્ય જનતાને પરવાનગી નથી.

 તમામ ખાનગી ઓફિસો બંધ.

 બધી સરકારી કચેરીમાં કર્મચારીઓને ૧૫ ટકા સુધી ઉપસ્થિત રહેશે.

 સાર્વજનિક બસને ૫૦ ટકા ક્ષમતાની સાથે શરૂ પણ આંતર જિલ્લા અથવા આંતર શહેર પ્રવાસ કરી શકાશે નહીં.

 ખાનગી બસમાં સામાન્ય નાગરિકો આંતર જિલ્લા અને આંતર શહેરમાં પ્રવાસ કરનારાને ૧૪ દિવસ ક્વોરન્ટીનનો હાથમાં સિક્કો મારવો પડશે