મહારાષ્ટ્રમાં ઓમિક્રોન  વેરિયેન્ટના નવા 85 કેસ નોંધાયા …

 ભારતમાં પણ મોટાભાગના રાજ્યોમાં ઓમિક્રોનનું આગમન થઈ ચુકયું છે…

    મહારાષ્ટમાં આજે 29 ડિસેમ્બરે આશરે 20 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા હતા. 

મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા કુલ 14,065 થઈ છે. મુંબઈમાં કોરોના કોરોના વાયરસના 2510 નવા કેસ સામે આવ્યા હતા. કોરોના, વેકિસનેશન, તેમજ ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ, નવું વરસ સહિતના કહેવારોની ઉજવણી વગેરેને કારણે રાજ્યનું વહીવટીતંત્ર ઘેરી ચિંતામાં પડ્યું છે. 31મી ડિસેમ્બર, 1 જાન્યુઆરી તેમજ 6 જાન્યુઆરી સુધીના દિવસો દરમિયાન મુંબઈના કેટલાક વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. લોકોને ભીડ એકત્રિત ન  કરવા તાકીદ કરવામાં આવી છે.