મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ- શિવસેનાનું ગઠબંધન હોવા છતાં બે વિધાનસભા બેઠકો પરથી શિવસેનાએ ભાજપના ઉમેદવારોની સામે પોતાના પક્ષના ઉમેદવારો ઊભા રાખ્યા—

0
925

                  આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ- શિવસેના વચ્ચે ગઠબંધન થયું હોવા છતાં માણ અને કંકાવલી વિધાનસભા બેટકો પરથી શિવસેનાએ ભાજપના ઉમેદવાર હોવા છતાં પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. કંકાવલીની બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રામેના પુત્ર નીતેશ રાણેને ભાજપે ટિકિટ આપી છે. જયારે માણ વિધાસભા મતક્ષેત્રમાંથી જયકુમાર ગોરને ટિકિટ અપાઈ છે. આ બન્ને નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આ બન્ને નેતાઓ કોંગ્રેસમાં હતા ત્યારે 2014ની ચૂંટણી જીત્યા હતા.  ભાજપ અને શિવસેના વચ્ચે ચૂંટણી સમજૂતી થયા બાજ બેઠકોની વહેંચણી થઈ હતી. આ બે વિધાનસભા મત- વિસ્તારની બેઠકો ભાજપને ફાળે આવી હતી. શિવસેના કેટલીક બાબતોમાં મનસ્વી વર્તાવ કરી રહ્યું છે. આથી ભાજપ- શિવસેના ગઠબંધનમાં ચૂંટણી અગાઉ જ મતભેદ ઊભા થવાની વાત રાજકીય ક્ષેત્રમાં ચર્ચાઈ રહી છે.