મહારાષ્ટ્રની ટીકા સાંભળી જયા બચ્ચનથી ના રહેવાયુ, રાજ્યસભામાં કર્યો જોરદાર બચાવ

 

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ રવિ કિશનના નિવેદનની સામે જયા બચ્ચને ડ્રગ્સ મુદ્દે બોલીવૂડનો બચાવ કરીને ખાસી ચર્ચા જગાવી હતી. હવે જયા બચ્ચન મહારાષ્ટ્ર સરકારના બચાવમાં રાજ્ય સભાના મેદાનમાં ઉતર્યા છે.

સુપરસ્ટાર બીગ બીના પત્ની અને બોલીવૂડના એક સમયના દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન આમ તો સમાજવાદી પાર્ટીના સાંસદ છે પણ રાજ્યસભામાં કોરોના મુદ્દે મહારાષ્ટ્રની ટીકા થઈ હતી તો તેમનાથી રહેવાયું નહોતું. તેઓ રાજ્યસભામાં પોતાની બેઠક પરથી ઉઠીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમણે ભાજપના સાંસદ વિનય સહસ્ત્રબુધ્ધેના ભાષણમાં મહારાષ્ટ્રની ટીકા સાંભળી હતી. તેઓ અધવચ્ચેથી પોતાની બેઠક પર પાછા ફર્યા હતા અને તેમણે મહારાષ્ટ્ર સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે, મારો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો હતો. તેમની સારી રીતે સંભાળ લેવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકાર સતત એ વાતની કાળજી લઈ રહી છે કે, મુંબઈની ગલીયો નિયમિત રીતે સેનિટાઈઝ કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here