મહારાષ્ટ્રના  મુખ્યપ્રધાન ઉધ્ધવ  ઠાકરે કહે છેઃ મહારાષ્ટ્રમાં ઓકસિજનની અછત છે.અમે કેન્દ્ર સરકાર તેમજ બીજા રાજ્યો પાસે અમે માગણી કરીએ છીએ કે, અમને ઓકસીજન સપ્લાય કરો…

 

       કોરોનોન સંક્રમણનો વ્યાપ દિન- પ્રતિદિન વધતો જાય છે. આજતી 15 દિવસના સમયગાળાસુધી 144મી કલમ – સંચારબંધી લાગુ કરી દેવામાં આવી રહી છે. કોરોનાના દર્દીઓ માટે હવે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જગા નથી. અત્ર તત્ર – સઘળે પરિસ્થિતિ વણસી રહી છે. રાજ્યમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. કોરોના વાયરસ નિયંત્રણ બહાર જઈ રહ્યો છે. બધી જ વ્યવસ્થા નબળી ને ઓછી લાગી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, અમને અન્ય રાજ્યોમાંથી ઓકસીજન મગાવવાની છૂટ આપવામાં આવે. કેન્દ્ર સરકાર માર્ગ- પરિવહનથી જ નહિ, હવાઈ માર્ગે પણ ઓકસીજન મેળવવાની ગોઠવણ કરી આપે. એ માટે વાયુ સેનાની મદદ લેવાની પણ વિનંતી કરવામાં આવી છે. કોરોનાની આ ખતરનાક બીજી લહેરનો સામનો કરવા માટે શક્ય હોય તે બધું જ કરી છૂટવું જોઈએ. . વેકસીન આપવાની પ્રક્રિયા અતિ ઝડપી બનાવવાની ખાસ આવશ્યકતા વરતાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here