મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેનું નિવેદન : જો લોકડાઉનના નિયમોનું લોકો ચુસ્તપણે પાલન નહિ કરે તો લોકડાઉનની સમય- અવધિ લંબાવવામાં આવશે. …

 

           મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, વ્યવસાય અને અન્ય પ્રવૃતિઓને શરૂ કરવાની પરવાનગી આપવા માટે પ્રતિબંધોને આંશિક રીતે હળવા કરવામાં આવ્યા હોવા છતાં કોવિદ- 19નું  જોખમ હજી તોળાઈ રહ્યું છે. મિશન બિગેન અગેઈન હેઠળ લોકડાઉનના નિયમો હળવા કર્યા બાદ તેમણે લોકોને કારણ વગર જમાવડો  નહિ કરવા તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવવાની વિનંતી કરી હતી. તેમણે મહત્વપૂર્ણ ફરજ બજાવતા સ્ટાફના પરિવહન માટે મુંબઈમાં સબર્બન ટ્રેન- સર્વિસ શરૂ કરવાની તેમની માગણી પણ પુન દોહરાવી હતી. 30 જૂન સુધી લાગુ કરાયેલા લોકડાઉનના નિ્યમોનું પાલન નહિ થાય તો લોકડાઉનને વધારવાનો  પણ તેમણે ઈશારો કર્યો હતો. બિઝનેસ એડવાઈઝરીની બેઠક પૂરી થયા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે  જણાવ્યું હતું કે, હવે આપણે વાઈરસ સાથે જીવતાં શીખવું પડશે. તેમણે કહ્યું હતું કે, વાઈરસનું જોખમ હજી પણ યથાવત છે. મહારાષ્ટ્રની પ્રજાએ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પોતાના આરોગ્યની સંભાળ રાખવી જોઈએ.