મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદેનું નામ સૌથી આગળની પંક્તિમાં છે.

0
1266

 મહારાષ્ટ્રમાં 21 ઓકટોબરે વિધાનસભાનમી ચૂંટણી થઈ. 24 ઓકટોબરના ચૂંટણીના પરિણામ આવ્યા, પણ કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નઙિ. 288 બેઠકો ધરાવતી વિધાનસભામાં સરકારની રચના કરવા માટે કોઈ પણ રાજકીય પક્ષ પાસે 145 વિધાનસભ્યો હોવા અનિવાર્ય છે, પણ ભાજપ. શિવસેના , કોંગ્રેસ કે શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી- કોઈને પણ ચોખ્ખો બહુમત હાંસલ થયો નથી. ભાજપન 105 બેઠકો જ મળી . સિવસેનાને 56 બેઠકો પર જ જીત મળી. આથી તેઓ બન્ને મળીને સરકાર રચી શકે તેમ હતા, પણ મુખ્યમંત્રીપદ તેમજ અન્ય મહત્વના ખાતાઓની વહેંચણી માટે શિવસેનાએ 50-50નો આગ્રહ રાખ્યો એટલે ભાજપ અને શિવસેના એકમેકથી વિખૂટા પડી ગયા. કોઈ પક્ષે સરકાર રચવા દાવો કર્યો નહિ , સમયઅલધિ પૂરી થઈ એટલે રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું હતું. કોંગ્રેસ. એનસીપી અને શિવસેના હવે જોડાણ કરીને સંયુક્ત સરકાર બનાવવાનો છેલ્લા એક મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે. શરદ પવાર, સંજય રાઉત, સોનિયા ગાંધી, ઉધ્ધવ ઠાકરે વચ્ચે મંત્રણાઓ અને વિચાર- વિમર્શ સતત ચાલી રહ્યા છે. 

   તાજેતરમાં શિવસેનાના સભ્યોની એક બેઠકમાં શિવસેનાનાં પ્રમુખ ઉધ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન પદ સ્વીકારવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. જો કે મળેલી માહિતી અનુસાર, ઉધ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદ  સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. ઉધ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, તેમણે સદગત બાળાસાહેબ ઠાકરેને વચનઆપ્યું હતું કે, તેઓ એક દિવસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શિવસૈનિકને બેસાડશે. તેમને ખુદને મુખ્યપ્દાન બનવાની કોઈ ઈચ્છા કે મહેચ્છા નથી. તેઓ તો માત્ર બાળાસાહેબ ઠાકરેને પોતે આપેલું વચન પૂરું કરવા માગે છે. 

   સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સિવસેનાની બેઠક પૂરી થયા બાદ શિવસેનાના વિધાન સભ્યોને મહાબળેષ્વર, અલીબાગ, લોનાવલા કે જયપુર રિસોર્ટમાં મોકલી દેવામાં આવશે. આ ગુપ્ત સ્થળની માહિતી કોઈને આપવામાં આવશે નહિ. 

   કેટલાક રાજકીય નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં પણ ઉત્તરપ્રદેશની જેમ બે ડેપ્યુટી સીએમ- ઉપ- મુખ્યપ્રધાનોના પદની ગોઠવણ કરવાનું બની શકે છે. જેમાં એક ઉપ- મુખ્યપ્રધાન શરદપવારની પાર્ટી એનસીપીનો , અને  બીજો ઉપ-ૃ મુખ્યપ્રધાન કોંગ્રેસનો હોઈ શકે છે. એનસીપી અજીત પવારને અને કોંગ્રેસ બાલાસાહેબ થોરાટને ઉપ-મુખ્યપ્રધાન તરીકે રજૂ કરી શકે છે. જોકે મહારાષ્ટ્રના આ પેચીદા રાજકારણનું કોકડું દિન- પ્રતિદિન વધુ ને વધુ ગુંચવાતું જાય છે. મહારાષ્ટની જનતાની લાગણી એવી છેકે,ભાજપ અને શિવસેના સહિત કોઈ પાર્ટીને લોકોની પડી નથી. બધા સત્તા મેળવવા માટે જાતજાતના કાવાદાવા કરી રહ્યા છે. જનતાનું હિત કોઈ િવચારતું જ નથી.