મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અમેરિકાની મુલાકાતે –

0
702

 

તાજેતરમાં અમેરિકાની મુલાકાતે આવેલા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ વચ્ચે વોશિંગ્ટન ડીસીમાં મંત્રણા યોજાઈ હતી. મહારાષ્ટ્ર સરકાર અને યુએસ ઈન્ડિયા પેનલ દ્વારા મહારાષ્ટ્રમાં 3 નવા પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી.જેની અંતર્ગત, મહારાષ્ટ્રના વિદ્યુત સેકટરમાં નવી ટેકનોલોજી, ટ્રાન્સપોર્ટેશન અને એનર્જી સિક્યુરિટીના ક્ષેત્રે કામગીરી કરવામાં આવશે. ઝડપથી વિકાસ સાધી રહેલા મહારાષ્ટ્ર રાજ્યમાં રોકાણ કરવા માટે અમેરિકાની કંપનીઓ ખૂબ આતુર છે. તે પોતાના નાણાકીય રોકાણ માટે મહારાષ્ટ્ર રાજ્યને અગ્રતા આપવા માગે છે. આ મંત્રણા પ્રસંગે અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રીનવતેજ સરના, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વગેરે મહાનુભાવોએ બેઠકમાં હાજરી આપી હતી.