મહારાષ્ટ્રના પ્રવાસી કામદારો ખૂબજ તકલીફો વેઠીને વતન ગયા, પણ તેમની ગેરહાજરી ઉદ્યોગો પર માઠી અસર કરી રહી છે…

 

    મહારાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં બહારના રાજ્યોમાંથી આવીને મજૂરી કરનારા કામદારો કોરોનાને કારણે પોતાના વતનમાં જતા રહ્યા છે. હવે ક્રમશ. તેમની ગેરહાજરી વરતાઈ રહી છે. જેમ જેમ નાના મોટા ઔદ્યોગિક એકમો શરૂ કરાઈ રહયા છે, તેમ તેમ માણસોની ખોટ પડી રહી છે. કારખાના અને ફેકટરીઓમાં સોશ્યલ ડિસ્ટસિંગ, માસ્ક, સોનિટાઈઝર વગેરે તમામ વ્યવસ્થા છે. પરંતુ જેમના દમ પર કારખાના ચાલતા હતા, તે કામદારો નથી. ઉદ્યોગો શરૂ થયા પણ સન્નાટો ગયો નથી. એક કારખાનાના માલિકે જણાવ્યું હતું કે, હું મારા ખર્ચે વતનના ગામ ગયેલા મજૂરોને પાછા બોલાવવા માગુ છું, તેમના રહેવાની તેમજ આરોગ્યની સંપૂર્ણ કાળજી રાખવાનો મેં ઈતંજામ કર્યો હોવા છતાં મને યોગ્ય પ્રતિસાદ મળતો નથી. કેટલાક કામદારો હવે પરત આવવા ઈચ્છતા નથી. કેટલાક નારાજ છે, તો કેટલાકને કોરોનાનો ભય લાગી રહ્યો છે. સ્મોલ સ્કેલ કે લાર્જ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝની કરોડરડુડજુ હોય છે એમાં રાત- દિન કામ કરનારા કામદારો. જેમની મહેનત અને શકિતથી જ કારખાનાનો વિકાસ થાય છે. તેની પ્રતિશ્ઠા વધે છે. કામદારોની કરવામાં આવેલી ઉપેક્ષાના પરિણામો ધીરે ધીરે જોવા મળી રહ્યા છે.