મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર અનેક આરોપો : સીબીઆઈ તપાસ કરી રહી છે.  

 

      અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું શંકાસ્પદ મૃત્યુ, એમાં રાજકારણીઓની સંડોવણી અને પોલીસની વિવાદાસ્પદ – શંકાસ્પદ કામગીરી અને એ બધાની પશ્ચાદભૂમિકામાં મહારાષ્ટ્ર સરકારની સંડોવણીના સમાચારો તો મિડિયામાં વારંવાર પ્રકાશિત થયા કરે છે. સુશાંત સિંહનો કેસ સીબીઆઈને સોંપાયા બાદ પણ કશું નીપજ્યું નથી. ત્યારબાદ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનથી નજીકના માર્ગ પર મળેલી વિસ્ફોટકના જત્થાવાળી  વાન અને એનું આખું પ્રકરણ, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર

 સિંહ દ્વારા  મહારાષ્ટ્રના ગૃહપ્રધાન પર મૂકાયેલો આક્ષેપ ( મુંબઈના બાર ને રેસ્ટોરન્ટ પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા ખંડણી ઉઘરાવવાનો આસિ. પોલીસ ઈન્સ્પેકટર વાઝેને ગૃહપ્રધાન અનિલ દેશમુખે આદેશ આપ્યો હતો )    વગેરે બાબતોને કારણે અનિલ દેશમુખની પરિસ્થિતિ ખરેખર વિકટ બની ગઈ છે. સત્તાના બેફામ દુરુપયોગનું પરિણામ હંમેશા ભયાનક આવતું હોય છે. ઈડીએ દેશમુખની વિરુધ્ધ મની લોન્ડ્રીગનો કેસ નોંઘ્યો હતો. સીબીઆઈને મળેલા પુરાવાને આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. ઈડી દેશમુખ અને તેમના પરિવારના સભ્યોની આર્થિક લેવડ-દેવડની બારીકાઈથી તપાસ કરશે.