મહારાષ્ટમાં  ચૂંટણીનું પરિણામ આવ્યા પછી એક સપ્તાહથી વધુ સમય  વિતી ગયા છતાં સરકાર રચાવાના કોઈ એંધાણ વરતાતા નથી, ભાજપ- શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે…

0
842

  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 21ઓકટોબરે યોજાઈ, 24 ઓકટોબરે પરિણામ આવ્યા. ભાજપ- શિવસેનાના જોડાણને સ્પષ્ટ બહુમતી મળી, ભાજપને ધાર્યા કરતાં બહુ ઓછી  બેઠકો મળી, એવું જ પરિણામ શિવસેનાનું આવ્યું. મુખ્યમંત્રીપદ તેમજ સત્તામાં 50-50 ટકાની ભાગીદારીના મામલે કોકડું ગુંચવાઈ ગયું છે. શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે કહે છે કે, ભાજપ સાથે ચૂંટણી અગાઉ એવી સમજૂતી કરાઈ હતીકે, નવી સરકારમાં બંને પક્ષને 50-50ટકાની  હિસ્સેદારી મળશે. અઢી વરસ મુખ્યપ્રધાનપદ ભાજપ પાસે, અને અઢી વરસ શિવસેના પાસે રહેશે. હજી સુધી બન્ને પક્ષના નેતાઓ વચ્ચે પરસ્પર વાતચીત શરૂ કરવામાં નથી આવી. દેવેન્દ્ર ફડણવીસ પોતાને રાજ્યના મુખ્યપ્રધાન તરીકે જ રજૂ કરી રહ્યા છે. ભાજપના એક નેતાએઓ ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતુંકે, , જો ભાજપ-શિવસેનાનું ગઠબંધન – ચૂંટાયેલા વિધાનસભ્યે નિશ્ચિત સમય મર્યાદામાં રાજયપાલનો મળીને સરકાર રચવાની પ્રક્રિયા શરૂ નહિ કરે તો રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડશે. અગાઉની વિધાનસભાની સમય અવધિ 8 નવેમ્બર સુધીની છે, જો 7 નવેમ્બર સુધીમાં નવી સરકારનું ગઠન નહિ કરાય , નવી સરકારની રચના માટે કોઈ રાજકીય પક્ષ આગળ નહિ આવે તો પછીકાનૂન અંતર્ગત, રાષ્ટ્રપતિએ વટહુકમ દ્વારા મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડશે.