‘મહાયુદ્ધ’ની તૈયારી કરી રહ્યા છે તાનાશાહ કિમ જોંગ ઉન? કોરિયન સરહદ પર હલચલ શરૂ

North Korean Leader Kim Jong Un. KCNA/via REUTERS

 

નવી દિલ્હીઃ તાનાશાહ કિમ જોંગ ઉનને લઈને નોર્થ કોરિયા એ સસ્પેન્સ ખતમ કરી દીધું છે. ૨૦ દિવસ બાદ જ્યારે દુનિયાની સામે આવી ગયો છે તો તેની પાસે તબાહીનો નવી ફોર્ર્મ્યુલા છે. તાનાશાહ કિમ જોંગે પોતાના અજ્ઞાતવાસમાં ઘણા જોશને માથા પર ચઢાવ્યા છે. તેણે સૌથી મોટી મુશ્કેલીતો પોતાના કટ્ટર દુશ્મન સાઉથ કોરિયા માટે ઉભી કરી દીધી છે. તાનાશાહની વાપસીની સાથે કોરિયન બોર્ડર પર તણાવ વધી ગયો છે, જે મોટા સંકટનો સંકેત આપી રહ્યો છે. 

વિશ્વમાં તે આતુરતા હતી કે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન જીવે છે કે મરી ગયા છે. વિશ્વના રહસ્યમયી દેશ ઉત્તર કોરિયાની અંદર તે જાણકારી મેળવવાનું પ્રયાસ કરી રહ્યું હતું કે આખરે કિમ જોંગ ઉનને શું થયું છે. ૨૦ દિવસ ગાયબ રહ્યાં બાદ ઉત્તર કોરિયાની એક ફેક્ટરીના ઉદ્ઘાટનનો વીડિયો સામે આવ્યો અને દાવો કરવામાં આવ્યો કે, કિંમ જોંગ ઉન સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. 

બીજીતરફ તાનાશાહનું સસ્પેન્સ ખતમ થયું તો કોરિયામાં એક્શન શરૂ થઈ ગઈ છે. કિમ જોંગ ઉનના ૨૦ દિવસ ગાયબ રહ્યા બાદ પરત ફરવાની સાથે નોર્થ અને સાઉથ કોરિયા વચ્ચે માહોલ બગડવા લાગ્યો છે. જોંગની વાપસીની સાથે નોર્થ કોરિયા તરફથી આક્રમકતા દેખાડવામાં આવી રહી છે. 

કિમ જોંગ ઉને જે ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદઘાટન કર્યું તેની લિંક નોર્થ કોરિયાની એટમી ષડયંત્ર સાથે જોડાયેલી રહી છે. પરંતુ સૌથી વધુ તણાવ વધારનારી વાત છે કે કિમ જોંગની વાપસી બાદ ઘણા વર્ષથી શાંત ચાલી રહેલી નોર્થ અને સાઉથ કોરિયાની સરહદો પર તણાવ શરૂ થઈ ગયો છે. 

તાનાસાહ કિમ જાહેરમાં દેખાતાની સાથે નોર્થ અને સાઉથ કોરિયા વચ્ચે સરહદ પર ફાયરિંગના સમાચાર આવી રહ્યાં છે. સાઉથ કોરિયાએ આરોપ લગાવ્યો છે કે નોર્થ કોરિયાના સૈનિકોએ ગાર્ડ પોસ્ટ પર ફાયરિંગ કર્યું છે. આરોપ છે કે પ્યોંગયાંગના સૈનિકોએ દક્ષિણ કોરિયાની ગાર્ડ પોસ્ટ પર ઘણા રાઉન્ડ ગોળીઓ ચલાવી છે. નોર્થ કોરિયાના ફાયરિંગનો સાઉથ કોરિયા તરફથી જવાબ આપવામાં આવ્યો છે. જવાબી કાર્યવાહીમાં સાઉથ કોરિયાએ નોર્થ કોરિયા પર બે રાઉન્ડ ગોળીઓ ચલાવી છે.