મહાન શાસ્ત્રીય નૃત્યાંગના અને કલા – ઉપાસક પદ્મભૂષણ  આદરણીય મૃણાલિની વિક્રમ સારાભાઈની 100મી જન્મજયંતી પ્રસંગે ગુગલે ડુડલ રજૂ કરીને સન્માન કર્યું ….!

0
980

11મે, 1918માં કેરળમાં જન્મેલાં મહાન શાસ્ત્રીય નૃત્યાંગના આદરણીય મૃણાલિની સારાભાઈની આજે 100મી જન્મજયંતિ છે. ગુગલે આપ્રસંગે ખાસ ડુડુલ બનાવીને તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી છે.મૃણાલિનીએ  નાનપણથી જ શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તેઓએ ભરતનાટ્યમ અને કથકલી નૃત્ય શૈલીની પધ્ધતિસરની તાલીમ લઈને એમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. તેણે 1949માં તેમના પતિ મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના સાથ- સહકારથી દર્પણ અકાદમીની સ્થાપના કરી હતી. એક અહેવાલ અનુસાર, તેમણે  પોતાના જીવનકાળ દરમિયાન આશરે 18,000 વિદ્યાર્થીઓને નૃત્યની તાલીમ આપી હતી. તેઓ કુશલ નત્યકાર તેમજ ઉત્તમ શિક્ષક હતાં. તેમણે આશરે 300 જેટલી નૃત્ય- નાટિકાઓની કોરિયોગ્રાફી કરી હતી. દર્પણ અકાદમીમાં વિવધ શાસ્ત્રીય નૃત્ય -પ્રકારો, નાટ્ય- અભિનય, કઠપૂતળી થિયેટર તેમજ સંગીતની તાલીમ આપવામાં આવે છે. ગુજરાત ટાઈમ્સ ભારતીય કલા- વિશ્વની આ મહાન વિભૂતિની પુનિત સ્મૃતિને આદર સહિત વંદન કરે છે.