મહાનાયક અમિતાભ બચ્ચન અને હોનહાર અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોની ચાહકો ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા છે.

0
664

નવા નવા વિષયો રજૂ કરીને કમર્શિયલ તેમજ ચીલાચાલુ ફિ ફિલ્મોથી જુદો ચીલો ચાતરનારા ફિલ્મ- સર્જકોમાં શૂજિત સરકારનું નામ પણ શામેલ  છે. અમિતાભ અને આયુષ્માન – બન્ને કલાકારોએ શૂઝિત સરકારની ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી છે. તેમની ભૂમિકાઓને પ્રેક્ષકોએ વખાણી પણ છે. હવે આ બન્ને કલાકારો ફરી એકસાથે શૂજિત સરકારની ફિલ્મામાં૆ ચમકવાના છે. ફિલ્મ કોમેડી છે., નામ છેઃ ગલાબો સિતાબો…આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં શરૂ થઈ ચૂક્યું છે. લખનઉના કેસરબાગમાં આ ફિલ્મનું  શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અમિતાભની ભૂમિકાના લુકની તસવીરો વાયરલ થઈ ગઈ છે. આથી ફિલ્મ- સર્જકેો નારાજ થયાં છે. આ રીતે ફિલ્મની વાતો પ્રગટ થઈ જાય તો એ ફિલ્મની સફળતા માટે અડચણ ઊભી કરે છે. પ્રેક્ષકોમાં એ ફિલ્મ માટે , એની વાર્તા અને એમાં જે કલાકારો અભિનય કરી રહ્યા છે, તેઓ કયા પ્રકારનું પાત્ર ભજવી રહ્યા છે એ જાણવાની પ્રેક્ષકોમાં ખૂબ ઈંતેજારી રહેતી  હોય છે. એ ઉત્સુકતા જતી રહે તો ફિલ્મનો સહન કરવાનો વારો આવે છે.