મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર આ સમાચાર  આપ્યા છે. તેમણે લખ્યું હતું કે, ખેડૂતો સંકટનો સામનો કરી રહ્યા છે  તેથી તેમનો ભાર ઓછો કરવાની મારી ઈચ્છા હતી

0
729

.

   અમિતજીએ કહ્યું હતું કે, સૌથી પહેલાં તેમણે મહારાષ્ટ્રમાં 350થી વધુ  ખેડૂતોનું દેવું ચુકવ્યું હતું. હવે ઉત્તરપ્રદેશના 1,398 ખેડૂતોનું રૂા. 4.05 કરોડનું બેન્કનું દેણું હતું તે ચુકવી દીધું છે. આ ઈચ્છા પૂરી થતાં મનની શાંતિ મળે છે. અમિતાભ બચ્ચને ખેડૂતોની લોન ચુકવવા માટે બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ઓટીએ- વન ટાઈમ સેટલમેન્ટ કર્યું છે. તેઓ આગામી 26 નવેમ્બરના દિવસે જાતે ખેડૂતોને મળીને બેન્કના પત્ર તેમને સુપરત કરશે. એમણે જે ખેડૂતોના દેવાં માફ કર્યા છે તે 70 ખેડૂતોને તેમણે મુંબઈ બોલાવ્યા છે. ખેડૂતોનાં પ્રવાસ માટે અમિતજીએ ટ્રેનનો આખો ડબ્બો બુક કરાવ્યો છે. આ અગાઉ પણ અમિતાભ બચ્ચને સાફ- સફાઈ માટે ટ્રેકટર- ટ્રોલી ખેડૂતોને લઈ આપ્યાં હતા. અમિતજીએ સ્વચ્છતા હી સેવા પ્રચાર-ઝુંબેશના આરંભ પ્રસંગે નમો એપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. અમિતાભ બચ્ચને વડાપ્રધાનને જણાવ્યું હતું કે, 4 વરસ અગાઉ આપે ભારતમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. હું પણ મુંબઈમાં વરસોવા બીચના સફાઈ અભિયાન સહિત અનેક સ્વચ્છતા અભિયાન સાથે જોડાયો છું. અમિતજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે, લોકો દરિયામાં કચરો નાખે છે. દરિયો એ કચરો આપણને પાછો આપી દે છે. દરિયામાં ઠાલવવામાં આવતો કચરો છેવટે તો દરિયાના કિનારે પરત ઠલવાય છે. હું જયારે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયો ત્યારે મને જોવા મળ્યું કે, કચરો બહાર કાઢવા માટે જમીન ખોદવી પડે છે. જમીન ખોદવા માટે મશીનોની જરીર પડે છે. લોકોએ સમુદ્રમાં ઠલવાતો કચરો દૂર કરવા માટે ટ્રેકટર- ટ્રોલીની માગણી કરી હતી ,આથી મેં તેમને એ સાધનો ખરીદી આપ્યા હતા. હું સ્વચ્છતા અભિયાનના પ્રસાર માટે ટેલિવિઝનને સૌથી વધુ સશક્ત માધ્યમ માનું છું.