મહાનદાતાઓને મહાદાનની અપીલ

 

બિલિમોરાઃ મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ મહાવીર વૃદ્ધાશ્રમ સેવા યજ્ઞ છેલ્લાં ૧૬ વર્ષથી કાર્યરત છે. કોરોના જેવી મહામારીના સંકટ સમયમાં ખર્ચને પહોંચી વળવા ઘણીબધી મુસીબતોનો મહાવીર વૃદ્ધાશ્રમને સામનો કરવો પડે છે. આશ્રમવાસીઓની અમૃતવાણી છે વિદેશમાં રહેતા તમામ ભાઈ-બહેનોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે મા-બાપ માટે ફુલ નહિ પણ ફુલની પાંખડી રૂપે હાથ લાંબો કરી શકો છો. કોરોનાની મહામારી વચ્ચે આશ્રમવાસીઓને દવા-પાણી તથા અન્ય ખર્ચનો ભાર સંસ્થા ઉપર આવે છે. આવા સંકટ સમયમાં આપના આશીર્વાદની તાતી જરૂર છે. સંજોગોને માન આપી યુદ્ધના ધોરણે ધનરાશિ (વેસ્ટર્ન) યુનિયન દ્વારા મોકલાવી શકો છો. 

પ્રમુખશ્રી માધવલાલ, મહાવીર વૃદ્ધાશ્રમ, વિશ્રામગૃહની આગળ, બિલિમોરા (વે). તા. ગણદેવી, જિલ્લોઃ નવસારી. (મો) ૯૯૨૫૬૭૩૦૨૭