મહાત્મા ગાંધીજી 1947ના સમયગાળા દરમિયાન કલકત્તાના જે મકાનમાં રોકાયા હતા તે સ્થળને ગાંધી મ્યુઝિયમ તરીકે જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવશે

0
1049
Image of Mahatma Gandhi from the Reuters archives

 

                         

Reuters

                         આજે 2  ઓકટોબરના પુનિત દિવસે સમગ્ર વિશ્વના શહેરો, નગરો અને ગામોમાં ગાંધીજીની 150મી જયંતીની ઉજવણી  નિમિત્તે વિવિધ પ્રકારના સ્મૃતિ- વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જુદા જુદા સ્તરે વિવધ રાજકીય તેમજ બિનરાજકીય સંસ્થાઓ ગાંધીજયંતીની ઉજવણી કરી રહ્યા છે. વિશ્વના અનેક લોકો , કે જેમને ગાંધીજી પુરસ્કૃત વિચારધારા અને જીવનશૈલીમાં રસ છે તેઓ ગાંધીજીના આદર્શને અનુસરીને તેમની જયંતી મનાવી રહ્યા છે. 

 1947ની 15 ઓગસ્ટે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારે એની વ્યાપક રાષ્ટ્રીય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પણ મહાત્માજી ઉજવણીમાં હાજર રહ્યા નહોતા . કલકત્તાના નૌઆખલીમાં હિંદુ- મુસ્લિમ કોમ વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. વાતાવરણ અશાંત હતું. કલકત્તામાં હિંસાનો દૌર ચાલી રહ્યા હતો ત્યારે શાંતિની સ્થાપના કરવા તેમજ અહિંસાનો પાઠ કોમી તોફાનીઓને શીખવાડવા, પ્રેમ તેમજ ભાઈચારાનો સંદેશ આપવા માટે ગાંધીજી કલકત્તામાં જ રોકાયા હતા. આઝાદીની ઉજવણીમાં શામેલ થવા માટે તેઓ દિલ્હી ગયા નહોતા. તોફાનોને શાંત કરવા માટે તેમના કેટલાક સાથીદારો સાથે મહાત્માજી કલકત્તામાં જે મકાનમાં  રોકાયા હતાતે મકાન હવે ગાંધી મ્યુઝિયમ તરીકે ઓળખાશે આખા કલકત્તા શહેરમાં હિંસાની જવાળાઓ ભભૂકી રહી હતી ત્યારે ગાંધીજી તેમના અનુયાયીઓની સાથે ઓગસ્ટ તેમજ સપ્ટેમ્બર મહિનાના કેટલાક સપ્તાહો દરમિયાન આ મકાનમાં રહ્યા હતા. જે પહેલાં હૈદરી મંઝિલ તરીકે ઓળખાતું હતું. ગાંધીજીએ હિંસાને રોકવા માટે અનિશ્ચિત મુદતના ઉપવાસ પર બેઠા હતા. હિંદુ- મુસ્લિમ સમુદાયના લોકોએ ગાંધીજીની મુલાકાત લઈને પોતાના શસ્ત્રો ગાંધીબાપુના ચરણોમાં મૂકીને હિંસાનો ત્યાગ કર્યો હતો, ત્યારે મહાત્માજીએ પારણાં કર્યા હતા આ મકાનમાં કુલ 7 ઓરડાઓ હતા. જેમાં બે જ રહેવાલાયક હતા. જેનો ગાંધીજીએ ઉપયોગ કર્યો હતો. હવેથી આ મકાન ગાંધી મ્યુઝિયમ તરીકે જ ઓળખાશે. પોતાના વસવાટ દરમિયાન મંહાત્માજીએ ઉપયોગમાં લીધેલી રોજ- વપરાશની ચીજ- વસ્તુઓ લોકોના દર્શન માટે મૂકવામાં આવશે.